Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરતના વેસુમાં વિધવા બે મહિલાએ બોગસ દસ્તાવેજના આધારે ત્રણ શખ્સોને જમીન 4.73 કરોડમાં વેચી દેતા પોલીસ ફરિયાદ

સુરત:વેસુની કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી વિવાદીત જમીનના રીસીવર તરીકે ઉમરા પોલીસ ઇન્સપેકટર હોવા છતાં બે વિધવા મહિલાઓએ બોગસ વેચાણ દસ્તાવેજના આધારે ત્રણ જણાંને રૂ.૪.૭૩ કરોડમાં જમીન વેચી દેવાના કેસમાં પાંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ છે.

વેસુના રેવન્યુ સર્વે નં.૫૩૬ નવો સર્વે નં.૩૨૭-૧ વાળી ૯૧૦૫ ચો.મી જમીનની માલિકીને લઇને કોર્ટ કેસ ચાલી રહ્યો છે. હાઇકોર્ટે આ જમીનના કબ્જાની જાળવણી માટે ઉમરા પોલીસ ઇન્સ્પેકટરની રીસીવર તરીકે નિમણુંક કરેલી છે. અને જમીનના ટાઇટલ અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટનો જેે આખરી નિર્ણય આવે તે મુજબ પક્ષકારોએ કબ્જો સુપરત કરવાનો હુકમ કર્યો છે. આ જમીન અગાઉ બે વખત વેચાઇ ચૂકી છે. 

 

(5:35 pm IST)