Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરતની સુમુલ ડેરી રોડ પર એક સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા: 15 તોલા દાગીનાની ઉઠાંતરી

સુરત:સુમુલ ડેરી રોડના દિવ્યજયોત ફલેટ્સમાં એક જ રાત્રીના ત્રણ ફલેટના તાળા તોડીને તસ્કરો રૂ.૪.૫ લાખથી વધુની માલમત્તા ચોરી કરી જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

સુમુલ ડેરી રોડ અલ્કાપુરી સોસાયટીની પાછળ આવેલા દિવ્યજયોત ફલેટ્સના ઇ-૧૮માં રહેતા કૃણાલ ભરત પટેલ (ઉ.વ.૩૩) ટયુશન કલાસીસ ચલાવે છે. શનિવારે સહપરિવાર ફલેટને તાળુ મારીને રાત્રીના સાડા નવ વાગ્યે બહાર ગામ ગયા હતા. રાત્રીના તેમનો ફલેટ બંધ રહેતા તસ્કરને મોકળુ મેદાન મળતાં દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરીને આશરે ઓછામાં ઓછા ૧૫ તોલા સોનાના દાગીના કિંમત રૂ.૨.૨૫ લાખ, રોકડા રૂ.૧.૫૦ લાખ અને ૮૦૦ ડૉલર મળી કુલ રૂ.૪.૫ લાખથી વધુની મતા ચોરી ગયા હતા. તેમના ફલેટની સાથે જ ઇ-૨૩ અને ૨૭ ફલેટમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હતો. બનાવ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાણભેદુ હોવાની શંકા વ્યકત કરી હતી.

(5:34 pm IST)