Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પાટણઃ આંતરરાજ્ય વાહન ચોરી કૌભાંડમાં ૯ આરોપીની ધરપકડ

પાટણ તા.૩૧: પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત ૧૭ ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાની સૂચના મુજબ અને એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ.આર.બી ભટોળના માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ વાય.કે ઝાલા તેમજ સમગ્રે એલ.સી.બી ટીમ દ્વારા આંતરરાજ્ય વાહનચોરી ચોરી કૌભાંડ પકડવામાં આવ્યું હતું. અને જેમાં ગુજરાત બહારના પરપ્રાંતીય ઇસમો સાથે મળી ગુજરાત બહારના અલગ-અલગ રાજ્યો તેમજ ગુજરાતમાંથી મોંઘીદાટ લકઝુરિયસ ગાડીઓ તેમજ ટ્રેકટરો વગેરે મળી ૨ કરોડથી વધુ કિમતની કુલ ૨૮ જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. અને આ તમામ વાહનોને કચ્છ-ભુજ આર.ટી.ઓમાં ખોટા સેલ લેટર એજન્ટ મારફતે રજુ કરાવી ખોટા આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન કરાવી ગુજરાતના રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં સસ્તા ભાવે આપવાનું કૌભાંડ પકડવામાં આવ્યુ હતું. જેમાં પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અત્યાર સુધી અલગ અલગ જગ્યા એથી કુલ ૯ જેટલા આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે આ ઉપરાંત પકડાયેલ આરોપીઓ પાસે થી બીજી વધુ ૮ ગાડીઓ કબ્જે કરવામાં આવી છે અને અત્યાર સુધી કુલ ૩૬ ગાડીઓ કબ્જે કરવામાં આવી છે જેની કિંમત ૨.૭૨ કરોડ થઇ છે. પાટણ થી પકડાયેલ આરોપીઓ પાસે મળેલ માહિતીને આધારે આ આંતરરાજ્ય વાહનચોરીના મૂળ ઝારખંડ માંથી મળતા પાટણ એલ.સી.બી. વાય.કે. ઝાલા અને તેમની ટીમ ઝારખંડ રાજ્ય ખાતે નકસલવાદથી પ્રભાવીત વિસ્તારમાં જઇ મોબાઇલ નંબરોના લોકેશનના આધારે  સઘન તપાસ કરી સ્થાનિક પોલીસની મદદથી ર આરોપીઓને પકડી પાડી આ બન્ને આરોપીઓને ચીફ કોર્ટે હજારીબાગ ઝારખંડ ખાતે રજૂ કરી ટ્રાનજીટ વોરંટની માંગણી કરતાં કોર્ટ દ્વારા ૩૦/૧૨ સુધી ટ્રાનજીટ વોરંટ આપતા પાટણ એલ.સી.બીની ટીમ દ્વારા બન્ને આરોપીઓને પકડી પાટણ કોર્ટેમાં રજુ કરતા બન્ને આરોપીઓ ને ૦૫/૦૧/ ૨૦૧૯ સુધીના રિમાન્ડ આપતા પાટણ એલ.સી.બી. પોલીસ દ્વારા પ્રેસ કોફન્સ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ભુજ આરટીઓના ઓફિસરોની માહિતી સમગ્ર પ્રકરણમાં કઇ ભૂમિકા છે કે કેમ સહિતની તપાસ કામગીરી હાલમાં ચાલી રહી હોવાનું એલ.સી.બી. ભટોળે જણાવ્યું હતું તો સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી નીચેના આરોપીઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

(૧) શ્રીમાળી મુકેશકુમાર વિરચંદદાસ (રહે.મોતીબાગ,પાટણ)

(૨) ઠાકોર કમલેશજી અનારજી (રહે.ધરપડા,તા.ડીસા)

(૩) તૌફીક હુસેન ઉમરભાઇ મનસુરી (રહે.ગુલશનનગર, પાટણ)

(૪) જાડેજા સુખેન્દ્રસિંહ રાવતસિંહ (માધપર ભુજ)

(૫) મકવાણા વિજયભાઇ ડાહ્યાભાઇ (વેજલપુર અમદાવાદ)

(૬) માળી ભાનુભાઇ જયરામભાઇ (ચમનપુરા અમદાવાદ)

(૭) શેખ અલ્તાફભાઇ અહેમદભાઇ હૈદરપુરા તા.સરસ્વતી જી પાટણ

(૮) શેખ શાહિદ ચરકુ (રહે પાન્ડેડીહ, થાણા વિષ્ણુગઢ જી હજારીબાગ ઝારખંડ)

(૯) પઠાણ નસીમખાન શમીમખાન (બગોદરા,જિલ્લો ગિરડીહ ઝારખંડ) ભરત જોષી.

(3:54 pm IST)