Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અધિવેશન માત્ર કાર્યક્રમ નહિ, યુવાનોને સંસ્કાર- સંદેશ આપે છેઃ કે.એન.રઘુનંદન

એબીવીપીના ૬૪મા રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમાં રાષ્ટ્રીય સહસંગઠન મંત્રીનું ઉદ્બોધન

રાજકોટઃ કર્ણાવતી મહાનગરમાં સાબરમતી રીવરફ્રન્ટ પર યોજાઈ રહેલા અ.ભા.વિ.પ. ના ૬૪ માં રાષ્ટ્રીય અધિવેશન માં ૨૦૧૮-૧૯  થી નવી રાષ્ટ્રીય કારોબારી સમિતિ નુ ગઠન થયું. અ.ભા.વિ.પ. ના રાષ્ટ્રીય અધ્યક્ષ એસ. સુબૈયા દ્વારા દેશભાર થી આવેલા ૩૭૦૦ પ્રતિનિધિઓ ની સમક્ષ નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી.

   અ.ભા.વિ.પ. ના ૬૪ માં રાષ્ટ્રીય અધિવેશન માં યોજાયેલ રાષ્ટ્રીય કારોબારી ની માં અ.ભા.વિ.પ. ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ડો.એસ .સુબૈયા અને  રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રી આશિષ ચૌહાણનું પુનઃ ઘોષણા થઈ હતી.

તદ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે રાજસ્થાન થી પ્રો.આનંદ પાલીવાલ, ગુજરાત થી છગન ભાઈ પટેલ , ગોરખપુર થી ઉમા શ્રી વાસ્તવ, બિહાર થી રમણ ત્રિવેદી અને મૈસુર થી વસંત કુમાર ના નામોની ઘોષણા થઇ રાષ્ટ્રીય મંત્રી તરીકે મણીપુર થી નરેન્દ્ર સપમ , દિલ્લી થી નિધિ ત્રિપાઠી, હિમાચલ પ્રદેશ થી હેમા ઠાકુર, ઉડીસા થી અભીલાસ પાંડા, છત્તીસગઢ થી ભુપેન્દ્ર નાંગ, હૈદરાબાદ થી ઉદલા અને કેરલ થી શ્યામ રાજનુ નિર્વાચન થયું છે.

રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે સુનીલ આમ્બેકર અને રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી તરીકે એન.રઘુનંદન, જી લક્ષમણ,શ્રી નિવાસજી, પ્રફુલ્લ આકાંતા નુ નિર્વાચન થયું છે. આ પૂર્વે સવારે મહિલા સુરક્ષા અને સ્વાવલંબન જેવા વિષયો માં થમ્બ પ્રિન્ટ અભિયાન ચાલવામાં આવ્યું.

 આ ઉપરાંત  આ અધિવેશન માં વિવિધ વિષયો જેવા કે 'શિક્ષા ક્ષેત્રમાંથી માઓવાદી પ્રસાર ને હટાવવાની આવશ્યકતા', સર્વાગીય વિકાસ ની તરફ વધતા ભારત ની સમક્ષ પડકારો, અને જન આસ્થા  ના વિષયોમાં સર્વોચ્ચ ન્યાયાલય થાય સજગ જેવા વિષયો પર પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા, તદ ઉપરાંત 'શહેરી માઓવાદ' જેવા વિષય પર રાષ્ટ્રીય કાર્યકારીની સમિતિ ની બેઠક માં પારિત કરવામાં આવ્યા.

ધ્વજા અવતરણ ની સાથે આ ૬૪ માં રાષ્ટ્રીય અધિવેશન ની આધિકારીક રૂપ થી સમાપન કરવામાં આવ્યું.

એબીવીપીનુ ૬૪મુ રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થઈ ગયુ છે. અંતિમ દિવસે એબીવીપી દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સુધારા સહિતના વિવિધ મુદ્દે મહત્વના ઠારાવો પસાર કરાયેલ. જેમા ખાસ કરીને એબીવીપીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે તાકીદે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવાની ઉગ્ર માંગ કરી છે. કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ નવી નેશનલ એજયુકેશન પોલીસી જાહેર કરવાની જાહેરાત કર્યાને ચાર વર્ષ થઈ ગયા અને અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા બે વાર પોલીસી બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે તેમ છતાં પોલીસીનો ડ્રાફ્ટ પણ જાહેર કરાયો નથી.

આ ઉપરાંત રામમંદીર મુદ્દે પણ એબીવીપીએ સુપ્રમીકોર્ટમાં ત્વરીત પ્રક્રિયા શરૂ થાય તેવી માંગ ઉઠાવી હતી. એબીવીપીએ સુપ્રીમકોર્ટ દ્વારા સુનાવણી કરવા મુદ્દે અપાયેલા નિવેદન સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. એબીવીપીનું કહેવુ છે કે સુપ્રીમકોર્ટ લોકોની લાગણી અને રામમંદીરની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ત્વરીત સુનાવણી હાથ ધરે.

એબીવીપીના પ્રદેશ પ્રમુખ તરીકે ડો.રવિસિંહ ઝાલા તથા મંત્રી પદે નિખીલ મેઠીયાની નિયુકતી

રાજકોટ,તા.૩૧: કર્ણાવતી ખાતે યોજાયેલું ૬૪મું રાષ્ટ્રીય અધિવેશનની સાથે સાથે યોજાયેલું ગુજરાત પ્રાંત અધિવેશનમાં ગુજરાત પ્રદેશ કારોબારીણી ઘોષણા કરવામાં આવેલ જે મુજબ વર્ષ ૨૦૧૮/ ૧ં૯ના દાયિત્ય માટે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.રવિસિંહ બાલુભાઈ ઝાલા તથા ગુજરાત પ્રદેશના પ્રદેશ મંત્રી તરીકે નિખીલભાઈ જયેન્દ્રભાઈ મેઠીયાની ઘોષણા કરવામાં આવી તેઓ મુળ જુનાગઢના વતની છે. આ ઘોષણા અ.ભા.વિ.પ.ના પ્રદેશ અધિવેશનમાં ચુંટણી અધિકારી પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી તેમના વકતવ્ય અનુસાર ઉપરોકત બન્ને પદાધિકારીઓનો કાર્યકાળ એક વર્ષનો રહેશે. આ ઉપરાંત પ્રાંત અધ્યક્ષ ડો.રવિસિંહ ઝાલાએ કારોબારી, વિવિધ આયામના પ્રમુખ અને સંયોજન તથા  નિમંત્રિત સદસ્યોની ઘોષણા કરી જે અંતર્ગત પ્રાંત ઉપાધ્યક્ષ તરીકે રાજકોટના ડો.તુષારભાઈ પંડ્યા, પ્રો.અતનું મહાપાત્રા, પારૂલબેન મોદી, સંજયભાઈ સત્યાર્થી, ડો.સંજયભાઈ ચૌહાણ તથા પ્રાંત સહમંત્રી તરીકે યુતીબેન ગજરે, અજયભાઈ પ્રજાપતિ, હીમાલયસિંહ ઝાલા, રાઘવભાઈ ત્રિવેદી કાર્યલય મંત્રી તરિકે શ્યામભાઈ ગઢવી કાર્યલય સહમંતરી તરીકે આનંદભાઈ પારેખ, કોષાધ્યક્ષ તરીકે સ્વેતલભાઈ સુથરીયા છાત્રા પ્રમુખ તરીકે સુરભીબેન સહ છાત્રા પ્રમુખ તરીકે ધ્રુવીબેન દેસાઈની ઘોષણા કરવામાં આવી. જેમની જવાબદારી વર્ષ ૨૦૧૮/૧૯ માટે રહેશે.

(3:37 pm IST)