Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાહુલ ગાંધી પર આકરો હુમલો :બેશરમ અને જુઠ્ઠા ગણાવ્યા

રૂપાણીએ કહ્યું ગુજરાતના લોકો રાહુલની રાજ્ય પ્રત્યેની નફરત ઓળખી ગયા છે અને કોંગ્રસને નકારી ચુક્યા છે

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની નિંદા કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા તેમને બેશરમ અને જુઠ્ઠા ગણાવ્યાહતા

 તેમણે કહ્યું કે, રાજ્યને વિફળ જોવા માટે તેઓ આતુર છે. રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના લોકો ગાંધીના રાજ્ય પ્રતિ નફરતને ઓળખી ગયા છે અને તેઓ સતત કોંગ્રેસને નકારી રહ્યા છે અને આગળ પણ નકારતા રહેશે.

 રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે, 2019 વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનના આયોજકો હવે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા આ કાર્યક્રમ સાથે જોડાવા માંગતા નથી. રાહુલ ગાંધી પર વિજય રૂપાણીનું આ પ્રકારનું નિવેદન આવ્યા બાદ માનવામાં આવે છે કે, કોંગ્રેસ તરફથી પણ પલટવાર થઈ શકે છે.

 

 તેમણે કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019થી નારાજ આયોજકો હવે એનઓએમઓની અધ્યક્ષતાવાળા કાર્યક્રમ સાથે જોડાઈને રહેવા માંગતા નથી. તેઓ મંચ છોડીને જતા રહ્યા છે, જેમ કે તેમને પસંદ છે...ખાલી. કોંગ્રેસ પ્રમુખે મીડિયામાં આવી રહેલા સમાચારના અહેવાલથી સમિટ પર નિશાન સાધ્યુ છે. ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત વડાપ્રધાન મોદીએ 2003માં કરી હતી. ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા.

(2:15 pm IST)