Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરત જેલનો સમગ્ર વીડિયો 4 કલાકનો છે તે આખો જાહેર કરવો જોઇએ :અલ્પેશ કથીરિયા

જેલમાં વીડિયો ઉતારી ન શકાય તેમ છતાં વીડિયો ઉતાર્યો કેમ ??

અમદાવાદમાં થયેલા રાજદ્રોહના કેસ મામલે જામીન પર મુક્ત થયેલો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજરી પૂરાવવા હાજર થયો હતો. તાજેતરમાં જ સુરતની જેલમાં અલ્પેશે પોલીસ અધિકારીઓને બેફામપણે ગાળો ભાંડી ફરી વિવાદ સર્જ્યો છે. ત્યારે અલ્પેશે સુરતની જેલમાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.

અલ્પેશે જણાવ્યું હતું કે જેલમાં વીડિયો ઉતારી ન શકાય તેમ છતાં વીડિયો ઉતારવામાં આવ્યો. અલ્પેશે કહ્યું કે સમગ્ર વીડિયો 4 કલાકનો છે તે આખો જાહેર કરવો જોઇએ.

(1:44 pm IST)