Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મોડીરાત્રે વડોદરાના સલાટવાડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

બે માણસો વચ્ચે નાસ્તાની લારીને કારણે સામાન્ય બોલાચાલી થતા મામલો બિચકયો

વડોદરા: સલાટવાડા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં બંન્ને જૂથો સામસામે આવી ગયા હતાં. જોકે આ સ્થિતિની જાણ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે આવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

  મોડી રાતે બે માણસો વચ્ચે નાસ્તાની લારીને કારણે સામાન્ય બોલાચાલી થતાં બબાલ થઇ હતી. જેમાં બે ગ્રુપ સામસામે આવી જતા સ્થિતિ વણસી હતી. આખા રાતમાં પોલીસે ત્યાં હાજરી આપીને સ્થિતિ નિયંત્રણમાં રાખી હતી.

(1:14 pm IST)