Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

નર્મદા જિલ્લાના આદિવાસીઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ - ઉતરાયણ પર્વે કાળી પતંગ ચગાવી સરકારનો વિરોધ કરશે

કોઈ વળતર આપ્યા વગર જમીન સંપાદિત કરીને અન્યને ટોક્નદરે આપી હવે આ લોકો હોટલ,ગેસ્ટહાઉસ બનાવી કમાણી કરે છે

નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આદિવાસીઓની હાલત કફોડી બની છે સરકાર ગામના લોકોને બહાર કાઢી બહારના લોકોને ગામમાં વસાવવાની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ સ્થાનિક આદિવાસીઓ લગાવી રહ્યા છે ત્યારે સરકાર હવે એક પણ ટુકડો જમીન લીધા વગર અને જે જમીનો લીધી છે. જેનું કોમર્શિયલ વળતર આપે એવી માંગ સાથે ઠેર ઠેર ગરુડેશ્વર તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઠરાવો થઇ રહ્યા છે. જે આદિવાસીને હક્ક આપવાના અને સરકારી નીતિનો પણ ગ્રામ પંચાયતમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.

 તાજેતરમાં ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં તલાટી રજનીશ તડવી, સરપંચ ગોવિંદ તડવી, શૈલેષ તડવી સહીતના આગેવાનો પોતાના ગામના હકો માટે 22 જેટલા ઠરાવો કરી ગ્રામસભામાં રજુ કર્યા હતા, એ ઠરાવોની તલાટીએ નોંધ પણ કરી હતી હવે એ જોવું રહ્યું કે સરકાર સ્વતંત્ર સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતોના આ ઠરાવો કેટલે અંશે મંજુર રાખે છે. સાથે સાથે નર્મદા જિલ્લાના આદિવાસીઓના ગામોમાં સરકાર સામે લડવાની તાકાત માટે કાળી પતંગો ચગાવીને વિરોધ કરવાનું પણ નક્કી કરાતા કેવડિયા ખાતે 8મી જાન્યુઆરીએ યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ઉત્તરાયણ પર તમામ ગરુડેશ્વર તાલુકાના ગામો 10 હજારથી વધુ કાળી પતંગો ચગાવી સરકારનો વિરોધ કરશે.

  આ મામલે વાગડિયા ગામના શૈલેષ તડવીએ જણાવ્યું હતું કે, સરકાર અમારા આદિવાસીઓની જમીનો સંપાદિત કરી સામાન્ય ટોકન ભાવે લોકોને આપે છે અને તે લોકો એનો વ્યાપાર કરે છે. સરકારે છ ગામોની માત્ર 700 એકર જમીન એક્વાયર કરી છે. જો કે 2700 એકર સંપાદિત વગરની છે. જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, SRP અને સ્વામિનારાયણ સંસ્થા ટોકને આપી હવે એ લોકો એને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો, કેમ કે નથી તેનું કોઈએ વળતર લીધું કે નથી જમીનનો કબ્જો છોડ્યો. જેથી અમારી જમીનો અમને આપો અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ વિકાસનું કામ કરી શકાશે નહીં એવી માંગ સાથે અમે 22 ઠરાવો કર્યા છે

 

 

(6:10 pm IST)