Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

શિક્ષીત બેરોજગાર, વાલીઓની ફીની સમસ્‍યા, ગટર-ગંદા પાણી સહિત પ્રશ્ને સરદાર પટેલની જન્‍મજયંતિ અને ઇન્‍દીરા ગાંધીના નિર્વાણ દિને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત

અમદાવાદ: સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે તથા ઇન્દીરા ગાંધીના નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસે પુષ્પાંજલિ અર્પણ કરી. અખંડ ભારતના શિલ્પીને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્તા કોંગ્રેસે વર્તમાન સ્થિતિમાં લોકોને પડી રહેલી હાલાકી મુદ્દે પ્રધાનમંત્રીને પત્રો લખ્યા. રાજ્યના શિક્ષિત બે રોજગાર, વાલીઓ, ગટર અને ગંદા પાણીથી ત્રસ્ત અમદાવાદના નાગરીકો અને ખેડૂતો સહિત અનેક લોકોએ પત્ર લખી પ્રધાનમંત્રીને રજુઆત કરી.

પાયાના પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક સુવિધાઓ પહેલા સી પ્લેન પછી, આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી સી-પ્લેનમાં બેસવા માટે અસમર્થતા પત્રમાં નાગરિકોએ વ્યક્ત કરી. ખેડૂતોને પડી રહેલી હાલાકી મુદ્દે અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિએ ખેડૂત અધિકાર દિવસ મનાવ્યો. સરદાર પટેલની પ્રતિમા ખાતે ધરણા કર્યા. ખેડુતોને પોષણ ક્ષમ ભાવ તથા પાક વિમા સહિતના અનેક મુદ્દે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા.

બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કહ્યું કે, અમદાવાદના નગરજનો પહેલાં રોડ રસ્તા ગટર અને શુદ્ધ પીવાના પાણીની અપેક્ષા રાખે છે અને ત્યારબાદ સી પ્લેનની. અમદાવાદ શહેર કોગ્રેસ સમિતિના અધ્યક્ષે કહ્યું કે, ઇન્દીરા ગાંધીના શાસન અને આજના શાસનમાં જમીન આસમાનનો ફર્ક છે. જો અઘટીત ઘટના ના થઇ હોય તો દુનિયામાં આજે ભારતનું સ્થાન કંઇક અલગ જ સ્થાને હોત.

અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિના અધ્યક્ષ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે, ખેડુતોના અધિકાર માટે આજના દિવસે ધરણા યોજ્યા, આખા દિવસની મંજુરી માંગવામાં આવી હતી. પ્રધારનમંત્રીના આગમનના પગલે માત્ર બે કલાકની મંજુરી મળી. જોકે ખેડૂતો મુદ્દે લડત ચાલુ રાખવાનું તેમણે ઉમેર્યું હતું.

(5:07 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST