Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કેવડિયામાં ટેક્નોલોજી પ્રદર્શન યોજાયુ: 48 ટીમ તેમજ કમાન્ડો પોલીસ સાથે ગુજરાત પોલીસ દ્વારા ખાસ સ્ટોલ

 

અમદાવાદ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કેવડિયામાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત ટેક્નોલોજી પ્રદર્શન યોજાયુ હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી

  પ્રદર્શનમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત એનડીઆરએફ, એનએસજી, બીએસએફ, સીઆરપીએફ જેવી અલગ અલગ 48 ટીમ તેમજ કમાન્ડો પોલીસ સાથે ગુજરાત પોલીસ દ્વારા પણ ખાસ સ્ટોલ ઉભા કરી લોકોમાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હથિયાર અને ટેક્નોલોજી વિષે સમજ અપાઈ છે. ખાસ કરીને એનએસજી એટલે કે બ્લેકકેટ તરીકે ઓળખાતા કમાન્ડો દ્વારા વિશેષ સ્ટોલમાં અદ્યતન ટેક્નોલોજી વિષે માહિતગાર કરાયા છે

(10:19 pm IST)