Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દેશની એકતા પર હુમલો કરનારાને જડબાતોડ જવાબ આપીશું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ ૩૭૦ નાબૂદીનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત કર્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડમાં જોડાયા : રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા

અમદાવાદ, તા.૩૧સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક વર્ષ પૂર્ણ થયું, તેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોચ્યા હતા. મોદીએ સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. પ્રસંગે પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. કેવડિયા ખાતેના પોતાના મહત્વના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કેહું આજે રાષ્ટ્રીય એકતા દિવસે દરેક દેશવાસીઓને કહુ છું, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી. જે લોકો યુદ્ધ જીતી શકતા નથી, તેઓ આપણી એકતાને પડકાર આપી રહ્યા છે. આપણી એકતાને તોડવાની પ્રયત્ન કરે છે, પણ આપણી એકતાને કોઇ પરાસ્ત કરી શક્યુ નથી.

                  દેશની એકતાને તોડવાનો અને તેની પર હુમલો કરવાનો પ્રયાસ કરનારાઓને જડબાતોડ જવાબ આપીશુંઆપણે ૧૩૦ કરોડ ભારતીયોએ એકજૂટ થઇને તેમનો મુકાબલો કરવો પડશે અને તે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫- ની કલમ નાબૂદ કર્યાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત કરતાં વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાણક્યની સદીઓ પછી એકતાનું કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું હતુ. કૌટિલ્યની કુટનીતિ અને છત્રપતિ શિવાજી મહારાજનું સાહસનો સરદાર સાહેબમાં સમાવેશ હતો. સરદાર પટેલે દેશને એકસુત્રમાં પરોવીને દેશ વિરોધી શક્તિઓને પરાસ્ત કરી દીધી હતી. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળી રહી છે, તેનું કારણ એક રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્ર છે. આજે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. આર્ટિકલ ૩૭૦એ જમ્મુ કાશ્મીરને આતંકવાદ અને અલગાવવાદથી વિશેષ કશું આપ્યું નથી, ૪૦ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા હતા. અનેક માતાઓ પોતાના દિકરાઓને ખોઇ ચૂકી છે. અનેક બાળકો માતા-પિતાને ખોઇ ચૂક્યા છે.

                   આજે હું સરદાર સાહેબને કહેવા માંગું છું કે, સરદાર સાહેબ તમારું જે સપનું અધૂરું હતું તે દિવાલ પાડી દેવામાં આવી છે. આજે તેમની જન્મ જયંતિએ ૩૭૦ હટાવવાના નિર્ણયને સરદાર સાહેબને સમર્પિત કરૂ છું. આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પોતાના નવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને  આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ પાસે આવીને મને શાંતિ અને ઉર્જાની અનુભૂતી થઇ રહી છે. સરદાર પટેલની પ્રતિમા વિવિધતામાં એકતાનું પ્રતિક છે અને પ્રતિમા આખા વિશ્વને આકર્ષિત અને પ્રેરિત કરે છે. રાષ્ટ્રીય એકતા પરેડ અને રન ફોર યુનિટીમાં ભાગ લેવા માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કરૂ છું. આજે નોર્થ ઇસ્ટનો અલગાવ લગાવમાં બદલાઇ રહ્યો છે, તેમની સાથે ભાવાત્મક નાતો જોડીને થયું છે સરદાર સાહેબની પ્રતિમા પ્રવાસ નહીં પણ પ્રેરણાનું સ્થાન છે.હિન્દુસ્તાનનો નાગરીક પોતાની ફરજો પ્રત્યે સભાન બન્યો છે, પાણીની બચતને રાષ્ટ્રીય કર્તવ્ય માને છે. ઘરથી નીકળે છે તો પોતાની સાથે કપડાનો થેલો પણ સાથે રાખે છે જેથી પ્લાસ્ટિકની થેલી વાપરવી પડે. મોદીએ આજના પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સરદાર પટેલ અમર રહે અમર રહે...ના નારા લગાવડાવ્યા હતા અને સૌનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, હું મારા દેશની આંતરિક સુરક્ષા સુરક્ષિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું. બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરીને ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરીને સવારે સાંજે વાગ્યા સુધી કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મોડડ્રિલ પણ યોજવામાં આવી હતી. ૩૧મીએ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતાના શપથ મોદીએ લેવડાવ્યા......

અમદાવાદ, તા. ૩૧ : આજના પ્રસંગે વડાપ્રધાને સૌકોઇને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા કે, હું સત્ય નિષ્ઠાથી શપથ લઉ છુ કે, હું રાષ્ટ્રીય એકતા, અખંડતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે પોતાને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે સંદેશ ફેલાવવાના તમામ પ્રયત્ન કરીશ. હું શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઇ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમની દૂરદર્શિતા અને કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયુ છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુરક્ષિત કરવા માટે મારૂ યોગદાન આપવાનો સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરૂ છું. ભારત માતા કી જય. રાષ્ટ્રીય એકતા પરેડમાં એનએસજી કમાન્ડોએ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. અન સીઆઇએસએફ અને એનડીઆરએફના જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઇ હતી. બીજીબાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરીને ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરીને સાવરે ૮થી સાંજે વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે પરંતુ આજે ૩૧ ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી, જેના લીધે દૂરદૂરથી આવેલા પ્રવાસીઓમાં થોડી નિરાશા અને નારાજગી પ્રવર્તી હતી.

(7:55 pm IST)