Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ :મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા

વડોદરામાં  વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ પર ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ. હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. શહેરના કમાટીબાગ ખાતે એકતા દોડનું આયોજન થયુ હતું. સરદાર પટેલે આઝાદી બાદ દેશના દેશી રજવાડાઓના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે અખંડ ભારતની મૂર્તિ સમાન સરદાર પટેલને યાદ કરીને તેમની એકતાનો સંદેશ પોલીસકર્મીઓએ આપ્યો હતો.

(3:26 pm IST)