Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ડીસામાં ફટાકડાની દુકાનમાં આગ : આસપાસની દુકાનો આગની જ્વાળામાં લપેટાઈ :દ્વ્રિચક્રી વાહનો પણ સળગ્યા

આગને કારણે ઘડાકા ભડાકા થતાંભયનો માહોલ

ડીસા નગરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં થોડી વારમાં દુકાન ભડકે બળવા લાગી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા ધડાકા ભડાકા થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આગને કારણે આજુબાજુની દુકાનો પણ લપટાઇ ગઇ હતી. દુકાનોની બાહર પડેલ દ્વીચક્રી વાહનો પણ સળગવા લાગ્યા હત

 આસપાસનાં લોકોએ ડોલ દ્વારા પાણીનો મારીને આગ હોલવવાના પ્રયાસો કર્યા હતા પરંતું તે સફળ થયા ન હતાં. જોવા જેવી વાત એ છે કે નગરપાલિકા કચેરી સામે જ આ દુકાન પરવાના વગર ચાલતી હતી. ઘટના સ્થળ પહોંચીને ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો આરંભ્યા હતા.

 

 

(3:23 pm IST)