Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

કાલથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાપાનના પ્રવાસે :

9 મી સુધી વિદેશ પ્રવાસ ખેડશે : યુગો સ્ટેટના કાર્યક્રમમાં આપશે હાજરી :યુગો સ્ટેટના ગવર્નર સહિત બિઝનેસ ડેલીગેશન સાથે મુલાકાત કરશે

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 9 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસ ખેડશે. જાપાનમાં યુગો સ્ટેટના કાર્યક્રમમાં નીતિન પટેલ હાજરી આપશે. જ્યાં તેઓ યુગો સ્ટેટ ના ગવર્નર સહિત બિઝનેસ ડેલીગેશન સાથે મુલાકાત કરશે.

આ ઉપરાંત જાઈકાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. તો સપ્ટેમ્બર માસમાં અધિકારીઓની વિદેશ ટુરનો પણ ધમધમાટ રહેશે. ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરથી રાજ્ય સરકારના અધિકારીઓના અલગ અલગ ડેલીગેશન વિદેશોના પ્રવાસે જશે.જ્યાં પાર્ટનર કન્ટ્રીસ અને અન્ય દેશના બિઝનેસ ડેલીગેશનને મળશે.

 રાજ્યના મુખ્ય સચિવે વાઇબ્રન્ટની તૈયારીઓને લઇ  સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:27 pm IST)