Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

હાઈસિક્યુરિટી નંબર પ્લેટ માટેની મુદ્દત વધી

અમદાવાદ,તા.૩૧: કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર તમામ વાહનો પર હાઇસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર, ૨૦૧૨ થી હાઇસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી આરટીઓ/એઆરટીઓ ખાતે શરૂ કરવામાં આવી હતી. અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૩૧/૮/૨૦૧૮ જાહેર કરવામાં આવી હતી.

(10:23 pm IST)