Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

નર્મદા નદીમાં રદ થયેલી ચલણી નોટો પધરાવાઇ : ગ્રામજનો ઉઠાવી ગયા

વડોદરા જીલ્લામાં શિનોર તાલુકાના નર્મદા કિનારે યાત્રાધામ માલસર ખાતે જુની રદ થયેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ની ચલણી નોટો કોઇ અજાણી વ્યકિત નર્મદામાં પધરાવી જતા તેની જાણ સ્થાનિક ગ્રામજનોને થતા નદીમાંથી મોટાપાયે નોટો કાઢીને લઇ ગયા હતા. જયારે શિનોર પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ભીની થયેલી આશરે રૂા૪૨,૦૦૦ ની નોટો મળી હતી.

(3:37 pm IST)