Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સુરતના ભાઠા ગામની સીમમાં યુવક્ની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર

17 વર્ષીય સની જોશીના ગળે ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારાયો:સની સુરતના નાનપુરાનો રહેવાસી હોવાનું ખુલ્યું

સુરતમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. શહેરના ઈચ્છાપોરના ભાઠા ગામની સીમમાંથી 17 વર્ષના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. અજાણ્યા શખ્સોએ સની જોષી નામના યુવકના ગળે ચપ્પુમારી મોતને ઘાટ ઉતાર્યો હતો

 . ઘટના અંગેની જાણ ઈચ્છાપોર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં યુવક સુરતના નાનપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

(1:59 pm IST)