Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

વડાપ્રધાનના અંગત સચિવ તરીકે ડો. હાર્દિક શાહ

રાજકોટ, તા.૩૧ : વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી ડો. હાર્દિક એસ. શાહની સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અંગત સચિવ તરીકે નિમણુંક કરી છે. તેઓ ગુજરાત કેડરના ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તેમણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્યસચિવ તરીકે 'ઇ-ગવર્નન્સ' ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી એવોર્ડ મેળવ્યો છે. તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે. (ફોન નં. ૦૧૧-ર૩૧૩પ૮૬ નવી દિલ્હી)

(3:17 pm IST)