Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

૩ થી ૫ ઓગષ્ટ વરસાદના ઉજળા સંજોગો

આજે-કાલે દક્ષિણ-પૂર્વ ગુજરાત, રવિ-સોમ અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદી એકટીવીટી જોવા મળશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હળતો તો કયાંક મધ્યમ વરસાદ વરસી રહયો છે. આગામી બે દિવસ દક્ષિણ-પૂર્વ ગુજરાતના સુરત, વલસાડ, ભાવનગરમાં વરસાદ થઇ શકે છે. ત્યારબાદ તા.૨ અને ૩ ઓગષ્ટના ટ્રફ નોર્થ-ઇસ્ટ અને એક સાયકલોનીક સરકયુલેશન મજબુત બનશે. જેની અસરથી અમરેલી, રાજકોટ ભાવનગરમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ ૩ થી ૫ ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલના અનુમાન મુજબ સારા વરસાદના સંજોગો છે.

(11:37 am IST)