Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અમદાવાદમાં પાંચ આતંકવાદી ઘુસ્યા :15 ઓગસ્ટ પહેલા મોટા હુમલાનું ષડ્યંત્ર !! ;:ભીડભાડવાળા વિસ્તારને બનાવશે નિશાન

પાંચ અલગ-અલગ સ્થળોએ એક જ સમયે મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે .:સેટેલાઇટ ફોનથી કરી રહ્યા છે વાતચીત

અમદાવાદ : પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચ્યું છે. એક અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કર્યા પછી આતંકી અમદાવાદ ઘુસ્યા છે અને મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.

  એક ખાનગી ચેનલ મુજબ ગુપ્ત એજન્સીઓ પાસેથી મળેલી જાણકારી પમુજબ આ વર્ષે 18 માર્ચે જૈશ એ મોહમ્મદના પાંચ આતંકી અમદાવાદ પહોંચ્યા હતા. જોકે આ વિશે હજુ સુધી વધારે જાણકારી મળી નથી. કહેવાય રહ્યું છે કે આતંકી સાર્વજનિક સ્થળોને નિશાન બનાવી શકે છે. આ આતંકી 15 ઓગસ્ટ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો ઉપર હુમલો કરી શકે છે

  . આ મામલે મહારાષ્ટ્રના સ્ટેટ સિક્યોરિટી ફોર્સના પૂર્વ એડીજી પીકે જૈનેનું કહેવું છે કે આતંકી ભીડવાળા વિસ્તારને નિશાન બનાવશે કે કોઇ તહેવારના સમયે ઘટનાને અંજામ આપશે કારણ કે તે સમયે લોકો આસાનીથી નિશાન બની જાય છે

   મળતી જાણકારી મુજબ  ગુજરાત જ નહીં આતંકીઓના નિશાને મહારાષ્ટ્રના પણ ઘણા શહેર છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન હુમલો થવાનો ખતરો છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આતંકી એકસાથે મળીને હુમલો નહીં કરે પણ પાંચ અલગ-અલગ સ્થળો ઉપર પહોંચીને એક જ સમયે મોટી આતંકી ઓપરેશનને અંજામ આપી શકે છે

  આ ષડયંત્રની ખબર ગુપ્ત વિભાગને સેટેલાઇટ ફોનથી થઈ રહેલી વાતચીતથી પરથી પડી છે. સેટેલાઇટ ફોન ભારતમાં પ્રતિબંધ છે, જેથી આ કોલના તપાસના આદેશ આપ્યા છે. મુંબઈમાં 26/11ના હુમલા દરમિયાન પણ આતંકીઓએ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનથી આ ફોન દ્વારા જ આતંકવાદીઓ સાથે વાતચીત થઈ રહી હતી

(12:32 am IST)