Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કામની કદરઃ નિવૃતિ પહેલા જ નવી જવાબદારી અન્ન આયોગના અધ્યક્ષ પદે અમૃતભાઇ પટેલ

રાજકોટ તા.૩૧: ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગના નિયામકશ્રી અમૃતભાઇ પી. પટેલને રાજ્ય સરકારે તા.૧ ઓગષ્ટથી ૩ વર્ષ માટે સ્ટેટ ફુડ કમિશનના ચેરમેન તરીકે નિયુકત કર્યા છે.

મૂળ સચિવાલય કેડરમાંથી આઇ.એ.એસ. કેડરમાં આવેલા શ્રી અર્મતભાઇ પટેલ વયમર્યાદાના કારણે આજે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થઇ રહ્યા છે. તેમની શકિત અને અનુભવનો લાભ લેવા સરકારે તેમની નિવૃતિ પહેલા જ નવી નિમણુંકનો હુકમ કર્યો છે.

વહિવટી તંત્રમાં આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે.

નેશનલ ફુડ સિકયોરીટી એકટ અંતર્ગત  રાજ્યના લાભાર્થીઓને પૂરતા ્રમાણમાં નિયત ભાવે અનાજ મળી રહે અને કોઇ ગરીબ અનાજથી વંચિત ન રહી જાય તે હેતુથી સરકારે ગુજરાત અન્ન આયોગની સ્થાપના કરી છે. તેના વડા તરીકે અમૃતભાઇ  પટેલને જવાબદારી સોપાતા તેમને અભિનંદન (મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭) મળી રહી છે.

(11:53 am IST)