Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં સુરતમાં મહિલા કોંગ્રેસના દેખાવો

સુરત :જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં સુરતમાં મહિલા કોંગ્રેસે ચોક બજાર વિસ્તારમાં ગાંધી પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શિત કર્યો હતો

  જયંતિ ભાનુશાળીની ધરપકડ થવા પાછળ રાજકીય દબાણ હોવાનો મહિલા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. તેમજ પીડિતાને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે. ફરિયાદ નોંધાઈ છતાં શા માટે જયંતિ ભાનુશાળીની ધરપકડ થતી નથી તેવા સવાલો ઉઠાવ્યા છે. તેમજ પીડિતાને ન્યાય અપાવવા મહિલા કોંગ્રેસે માંગ કરી છે

(1:38 am IST)