Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ABVP એ ગુજરાત યુનિવર્સીટીમાં ગેરકાયદે ડ્રોન ઉડાવતા વિવાદ

પોલીસની હાજરીમાં કાયદાના લીરા ઉડ્યા :ABVP ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઉપસ્થિત

 

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં એબીવીપીએ ગેરકાયદે ડ્રોન ઉડાવતા વિવાદ થયો હતો. ડ્રોન પોલિસની હાજરીમાં ઉડાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. જો કે પોલિસે ડ્રોન જપ્ત કરી લીધુ હતું.

 યુનિવર્સિટીમાં આજે સેલ્ફી વીથ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એબીવીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ એબીવીપીએ ડ્રોન ઉડાવ્યુ હતુ. જો કે નિયમ મુજબ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. જો ઉડાવવુ હોય તો ફરજિયાત પોલિસની મંજૂરી લેવી પડે છે.

(1:18 am IST)