Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદ-હિંમતનગરમાં ફાયનાન્સ પેઢીઓ પર ઈન્કમટૅક્સનો સર્વે

કરોડોના હવાલા કર્યાની એન્ટ્રી મળ્યાની અને બોગસ એક્સપોર્ટ ફર્મ ઉભી કરી હોવાની ચર્ચા

અમદાવાદ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વર્ષ 2018-19નો 55 હજાર કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા દરોડા પાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આજે આયકર વિભાગે ત્રણ ફાયનાન્સ પેઢી પર દરોડા પાડી સકંજામાં લીધા છે.

  જાણવા મળ્યા મુજબ આયકર વિભાગની ટીમે સવારથી અમદાવાદના મહેતા ફાયનાન્સ અને મહેતા કોર્પોરેશનને ત્યાં દરોડા પાડ્યા હતા કંપનીની એક શાખા હિંમતનગરમાં પણ આવેલી છે. જ્યારે અન્ય ત્રીજી ફાયનાન્સ પેઢીનું નામ જાણી શકાયુ નથી. પરંતુ ફાયનાન્સ પેઢીઓઓ ચલાવતા માલિકોએ કરોડોના હવાલા કર્યા હોવાની એન્ટ્રીઓ મળી હોવાનું અને કંપનીઓએ બોગસ એક્સપોર્ટ ફર્મ ઉભી કરી હોવાનું જાણવા મળે છે જેના દ્રારા ખોટા ઇનવોઇસ બનાવી વિદેશોમાં મોટાપાયે નાણા ટ્રાન્સફર કરતા હતા.

  હાલમાં ઇન્કમટેક્સ વિભાગે કોમ્પ્યુટર, લેપટોપ સહિત તેમજ હવાલાની ચોપડીઓ પણ જપ્ત કરી છે. ત્રણેય પેઢીઓ પર આયકર વિભાગની ટીમ દ્વારા સધન પુછપરછ ચાલી રહી છે. નોટબંધીમાં પણ ઘણાય હવાલા કર્યાની એન્ટ્રીઓ હાથલાગી છે. ફાયનાન્સ પેઢીઓ દ્વારા એક્સપોર્ટના નામે કરોડોની ટેક્સ ચોરી કરી હોવાની આશંકા છે.

(1:13 am IST)