Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સાપુતારાઃ સેલ્ફીના ચક્કરમાં યુવાનનો પગ લપસતા ઊંડી ખીણમાં પડતા મોત

 

સાપુતારા ખાતે ફરવા આવેલા નવસારી વિજલપોરનો પ્રવાસી યુવકે સેલ્ફીમાં ચક્કરમા પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ યુવાન 5 મિત્રો સાથે સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો. તે દરમિયાન ટેબલ પોઇન્ટ ખાતે પોતાના મોબાઇલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતા ઉંડી ખીણમાં ખાબકતા કમકમાટી ભર્યુ મોત નિપજ્ય હતુ. જ્યારે તેની સાથેના મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા.

(11:08 pm IST)