Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદમાં ઓનલાઇન ફ્રોડ કરતુ દિલ્હીનું બોગસ કોલસેન્ટર ઝડપાયું: સંચાલક સહીત 9 કર્મચારીઓની ધરપકડ :એક કરોડનો મુદામાલ જપ્ત

 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા કશ્યપભાઇની ફરિયાદ મુજબ ઓનલાઇન ફ્રોડ કરતું દિલ્હીનું બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. કોલસેન્ટરમાં સંચાલક અને  8 કર્મચારીઓની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર સેલના પોલીસ અધિકારીઓએ 1 કરોડના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ કરી છે.

    દિલ્હીથી લોકોને ફોન કરી આપને કાર લાગી છે એવું કહી તેની ઓફિસયલ ફિ વસુલતા હતા. ઉપરાંત હું દિલ્હીથી બોલું છું અને અમે ઓનલાઇન વસ્તુઓ વહેંચીએ છીએ જેમાં આપ સૌથી વધુ વપરાશ કરો છો એવું કહી આપને ઇનામમાં કાર અને આઇફોન લાગ્યા છે. આટલી રકમ ભરો આવી રીતે છેતરતા હતા.

   અમદાવાદના ચાંદખેડામાં રહેતા કશ્યપભાઇ નામના ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મને પહેલા લક્ષ્મીજીની મૂર્તિ અને પાવર બેંક ઓનલાઇન મોક્લાયા હતા. ત્યારબાદ આપને કાર લાગી છે એવું કહી તેમની પાસે ફિ વસુલી હતી. પછી કોઇ નંબર પર ફોન ઉપાડતું હતું. અને કોઇ જવાબ પણ આવતો હતો.

(10:29 pm IST)