Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અંકલેશ્વરમાં મેસેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદ કરતું મીની કારખાનું ઝડપાયું : 7 કરોડનું ડ્રગ્સ કબ્જે

મેટ્રિક્સ કેમિકલ કંપની અને સંચાલક ડૉ.સંકેત પટેલના ગાર્ડનસીટી સ્થિતિ નિવાસસ્થાને અમદાવાદ અને સુરતની ડીઆરઆઈ ટીમનો સપાટો

અંકલેશ્વરમાં મેસેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદ કરતું મીની કારખાનું ઝડપાયું છે. ગત રાત્રીના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મેટ્રિક્સ કેમિકલ કંપની તેમજ તેના સંચાલક ડૉ.સંકેત પટેલના ગાર્ડનસીટી સ્થિતિ નિવાસસ્થાનેથી 7 કરોડ ઉપરાંતની કિંમતનું ડ્રગ્સ ડી.આર.આઈ અમદાવાદ અને સુરતની ટીમએ ઝડપી પાડ્યું હતું. રાતોરાત ટીમ રવાના થઇ ગઈ હતી. સ્થાનિક તંત્ર હજુ સુધી આ બાબતે અજાણ રહ્યું છે. મેસેડ્રોન ડ્રગ્સ વિશ્વ બજારમાં મ્યાઉં મ્યાઉં ડ્રગ્સ તરીકે ઓળખાય છે.

  અહેવાલ મુજબ અમદાવાદ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગ તેમજ સુરતની ટીમના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં કરમાતુર ચોકડી પાસે આવેલી મેટ્રિક્સ કેમિકલ કંપનીના ભાડાના પ્લોટમાં એક નાના ગોડાઉનના શેડમાં ચાલે છે. તેના ઉપર દરોડા પાડ્યા હતા.

   ડ્રગ્સનાં મીની કારખાના તેમજ તેના સંચાલક ડૉ. સંકેત પટેલના ગાર્ડન સીટી સ્થિત નિવાસ્થાનેથી ટીમે 80.130 કિલોગ્રામ પ્રોપેલીલ ક્લોરાઇડ અને 83 કિલો ટોઉલેન નામના રો-મટીરીયલ તેમજ 2.019 કિગ્રા મેફેડ્રોન પાઉડર અને તેનું 8.330 કિગ્રા લીકવીડનો ઝડપી પાડ્યો હતો. જેની વિશ્વ બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 7 કરોડ ઉપરાંત આંકવામાં આવે છે. આ બાબતે ગુનો નોંધી ડૉ. સંકેત પટેલની ધરપકડ કરી ટીમ અમદાવાદ રવાના થઇ ગઈ હતી.

(8:41 pm IST)