Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અંકલેશ્વરના પિલુદ્રા નજીકની વનખાડીમાં દુષિત પાણી છોડાતા લોકોમાં રોષ: આંદોલનની ચીમકી

પર્યાવરણીય પ્રદુષણના ખતરા સામે અનેકવખત રજૂઆતો છતાં કોઈ પરિણામ નહીં

અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા નજીકથી પસાર થતી વન ખાડીમાં પાનોલી જીઆઇડીસીનું રસાયણ યુક્ત પાણી ભળતા પર્યાવરણીય પ્રદુષણનો ખતરો ઉભો થયો છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરીણામ ન આવતાં આખરે ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

   અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાંથી કોઈ ઉદ્યોગ દ્વારા ફરી એકવાર પર્યાવરણ વિરોધી કૃત્ય બહાર આવ્યું છે. અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતી વન ખાડીમાં ઉદ્યોગોનું રસાયણ યુક્ત પાણી ભળતાં જળ પ્રદુષણનો ખતરો ઉભો થયો છે. આ ખાડીના પાણીનો પિલુદ્રા ઉમરવાડા અને પારડી સહિતના ગામના ખેડૂતો ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગ કરે છે. ત્યારે કેમિકલ યુક્ત પાણી તેઓના ખેતરમાં પહોંચશે તો પાક બળી જવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે વારંવાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કોઈ પગલાં ભરાતા નથી. જેના કારણે ઉદ્યોગો બે ફામ બન્યા છે.

(8:28 pm IST)