Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અંકલેશ્વર : એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે ચાલુ બાઇકમાં આગ લાગતા નાસભાગ : બાઈક ભસ્મીભૂત ચાલકનો બચાવ

અંકલેશ્વર ઔધોગિક વિસ્તારમાં આવેલી એશિયન પેન્ટ્સ ચોકડી પાસે ચાલુ બાઈકમાં આગ લગતા નાશભાગ થઇ ગઈ હતી.

 આ અંગે મળતી વિગત મુજબ મિરાન્ડા કંપનીમાં કામ કરતા વિપુલ કોસમીયા આજ બપોરે શિફ્ટ પુરી થતાં બાઈક લઈને ઘરે જઈ રહ્યાં હતાં.ત્યારે એશિયન પેઈન્ટ્ ચોકડી નજીક પંચર રીપેરીંગના ગલ્લા પાસેથી પસાર થતી વખતે સ્પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી. બાઈકમાં આગ લગતા ચોકડી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ચોકડી પર નો વાહનવ્યવહાર થંભાવી દેવા આવ્યો હતો.

  બાઈક માં આગ લગતા ચાલક વિપુલભાઈએ બાઈક ફેંકી દઈ સ્વ-બચાવ કરી લીધો હતો. જયારે બાઈક ભસ્મીભૂત થઈ હતી ઘટનાની જાણ ડીપીએમસીને કરાતા ડીપીએમસીના લાશ્કરો ફોર્મ બમ્બા સાથે દોડી આવી બાઈક પર ફોર્મ નો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આગે પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડી બાઈકને ભસ્મીભૂત કરી દીધી હતી.

(8:15 pm IST)