Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઇન્સોમેનિયા, બ્રોનાટિક્સ અસ્થમા, એન્ઝાયટી, એન્ઝાયટી ન્યુરોસિસ, લોસ ઓફ એપેટાઇટ, ક્રોનિક બોડી એક, એજિનલ ચેસ્ટ પેઇન, એજિના પેઇન, એજિના પેક્ટ્રોઇસ, ગીડિનેસ, ટ્રેકોમા, હાઇપરટેન્શન, લો બીપી, હાઈ બીપી અને કોરોનરી ઇન્એફિશિયન્સીના દર્દીઓ માટે દારૂની પરમીટની ૭પ૦૦ની લોકોની અરજી રિન્યુ નથી થઇઃ આરોગ્ય વિભાગ દ્વારા નવી સરકારી નીતિ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં ગત માર્ચ મહિનાથી જ નવી લિકર પરમિટ આપવાનું અને જૂની પરમિટને રીન્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ અનેક વિવાદ પછી કેટલાક કેસમાં પરમિટ ઇશ્યુ રીન્ય થઈ હતી જોકે હજુ પણ ઘણા પરમિટ ધારકોની પરમિટ રીન્યુ ન થઈ હોવાથી તેઓ સરકારમાં સવાલ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગુજરાત આરોગ્ય વિભાગે નવી સૂચના જાહેર કરતા કહ્યું છે કે ઇન્સોમેનિયા, માઇગ્રેઇન, ડાયાબિટિઝ અને શરીરના દુખાવામાં જેવી સમસ્યામાં લિકર પરમિટ ઇશ્યુ નહીં કરવામાં આવે.

આ પહેલા આબકારી વિભાગ આરોગ્ય વિષયક લિકર પરમિટ ઇશ્યુ કરવા માટે ઇન્સોમેનિયા, બ્રોનાટિક્સ અસ્થમા, એન્ઝાયટી, એન્ઝાયટી ન્યુરોસિસ, લોસ ઓફ એપેટાઇટ, ક્રોનિક બોડી એક, એજિનલ ચેસ્ટ પેઇન, એજિના પેઇન, એજિના પેક્ટ્રોઇ્સ, ગીડિનેસ, ટ્રેકોમા, હાઇપરટેન્શન, લો બીપી, હાઈ બીપી અને કોરોનરી ઇન્એફિશિયન્સી જેવા રોગમાં મંજૂરી આપવામાં આવતી હતી.

જોકે હવે આરોગ્ય વિભાગના અધિકારએ જણાવ્યા અનુસાર ઘણી એવી પણ બીમારીઓ હતી જેને લિસ્ટમાં સામેલ કરવામાં આવી નહોતી તેમ છતા તેના માટે પણ હેલ્થ લિકર પરમિટ આપવામાં આવી હતી. આબકારી વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘આરોગ્ય વિભાગ દ્વારા નવી સરકારી નીતિ જાહેર કરવામાં આવી છે જેથી હવે તેમાં કહેવામાં આવેલ રોગ માટે લિકર પરમિટ ઇશ્યુ કરવામાં નહીં આવે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ નવી ગાઇડલાઇન્સને સરકારમાં હાલમાં જ મંજૂરી માટે મોકલવામાં આવી છે. જોકે અમે હજુ સરકરાના જવાબની રહા જોઈ રહ્યા છે.જ્યારે ગૃહ વિભાગના સૂત્રોએ કહ્યું કે, ‘ત્રીજીવાર પરમિટ રિન્યુ કરાવવા માગતા લોકોને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા અને રીન્યુઅલ ફીમાં વધારો કરવો જેવી પ્રપોઝલને નકારી કાઢવામાં આવી છે.

જ્યારે બીજીબાજુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે આશરે 7500 જેટલી રીન્યુઅલ એપ્લિકેશનને હોલ્ડ પર મુકવામાં આવી છે. જેના કારણે 15 જેટલા વ્યક્તિઓએ ફસ્ટ્રેટ થઈને સીધા સરકારમાં જ પત્ર લખી નવી હેલ્થ પરમિટ ઇશ્યુ કરવા માટે અરજી કરી છે. જોકે સરકારે આ આરજીને પણ કોઈપણ જાતની વિશેષ સુચના વગર આબકારી ખાતાને ફોરવર્ડ કરી દીધી છે. જેથી તેના પર પણ કોઈ એક્શન હજુ લેવાઈ નથી.

અસમંજસની સ્થિતિ સાથે સરકારી તિજોરીને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. આબકારી ખાતાના અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કુલ મલીને 38000 હેલ્થ લિકર પરમિટ છે જેને હોલ્ડ પર મુકવામાં આવી છે. હવે દરેક પરમિટ દીઠ 3 યુનિટ્સ આપવામાં આવે છે. જેના પર 20% જેટલી એક્સાઇઝ ડ્યુટી સરકારને મળે છે પરંતુ માર્ચ મહિનાથી સમગ્ર પ્રોસિઝર હોલ્ડ પર હોઈ સરકારી તિજોરીની આવકમાં પણ નુકસાન થઈ રહ્યું છે.

(6:44 pm IST)