Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવરાત્રીમાં વેકેશન જાહેર કરાયા બાદ સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ: સાંજે સ્પષ્ટતા કરી દેવાશે

વિભાવરીબેને કરેલી જાહેરાતથી સમગ્ર સરકાર ચોંકી : વેકેશન રદ કરાય તો ભાજપને નુકશાન

અમદાવાદ :ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિમાં શાળા-કોલેજીસના વેકેશનની જાહેરાત કર્યા બાદ  રાજ્ય સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે.

  વિભાવરીબેને અતિ ઉત્સાહમાં આવીને કરેલી જાહેરાતથી સમગ્ર સરકાર ચોંકી ગઈ હતી. પરંતુ સરકારના મંત્રીઓ અને બીજેપી આગેવાનોનો એક એવો પણ મત છે કે, જો વેકેશન રદ કરવામાં આવે તો ભાજપને નુકસાન થઈ શકે તેમ છે. જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ચર્ચા કરીને પરીક્ષા પાછી ઠેલવવી જોઈએ.

 આ અંગે આજે સાંજ સુધીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવશે.તેમ મનાય છે

(5:37 pm IST)