Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દહેગામમાં પેપર મીલનું કેમિકલ યુક્ત પાણી છોડતા ગ્રામજનોને ભારે નુકશાન

દહેગામ:તાલુકાના સુજાના મુવાડા પહાડિયા ગ્રામપંચાયતમાં આવેલ આદિત્ય પેપર મિલ દ્વારા બાજુમાં આવેલા લાખાનાં મુવાડા ગ્રામપંચાયતના વેરામાં વર્ષોથી કેમિકલ યુક્ત પાણી છો છે અને આ વેરામાંથી પાણી બાજુની મેશ્વો નદીના પટમાં નાખવામાં આવે છે. આ કેમિકલ યુક્ત પાણીના લીધે પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ આવે છે અને ગામનો બોર બાજુમાં હોવાથી પાણી બોરમાં પણ રીસેેછે. આ પાણીના લીધે ગ્રામજનોને ચામડીના રોગ થવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચામડીના રોગો થતાં ગ્રામજનોમાં આક્રોશઃપાણી બંધ નહીં થાય તો મિલને તાળાબંધી કરવામાં આવશે ગ્રામજનોએ જણાવ્યું કે આ પેપર મિલ દ્વારા વર્ષોથી અમારા ગામના વેરામાં પાણી છોડવામાં આવે છે. પણ ગ્રામના અમુક આગેવાનો દ્વારા ગામમાં વિકાસ અર્થે ફાળો ઉધરાવી અને બધું દબાવી દેવાની વાતો પમ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. આ મુદ્દે ગામના સરપંચ પટેલ બાબરભાઇ મરઘાભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યં કે અમારા ગામના વેરામાં આ પેપર મિલ દ્વારા વર્ષોથી પાણી છોડાય છે અને વેરાની બાજુમાં ગામનો બોર આવેલો છે અને ગામના બોરમાં આ પાણી જતા અમારા ગામના લોકોને પીવાના અને ન્હાવાના પાણીમાં આ પાણી ભડતા લોકોને ચામડીના રોગ થાય છે.
 

(5:37 pm IST)