Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વલસાડ નજીક દારૂની મહેફિલમાં દરોડા પાડી 42ને ઝડપ્યા

વલસાડ:નજીકના નંદીગ્રામ ગામ પાસેના દુલસાડ  ખાતેના કાજલ ફાર્મ ખાતે ચાલતી મહેફિલમાં પોલીસે પાડેલા દરોડામાં ૪૨ લોકોની ધરપકડ દર્શાવી હતી. જે પૈકી એક આરોપી સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે ૨૨ વાહનો, બિયર અને વ્હિસ્કી મળી ૩૫ બોટલો અને ૩૬ નંગ મોબાઇલ કબ્જે કરતાં મહેફિલ માણનારાઓનો નશો રાત્રે જ ઉતરી ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એલસીબી, એસઓજી અને રુરલ પોલીસે બાતમીના પગલે રવિવારે રાત્રે દુલસાડ ગામ નજીકના કાજલ ફાર્મમાં ચાલતી મહેફિલમાં દરોડો પાડી ૪૨ લોકોને દારુની મહેફિલ માણતાં રંગે હાથો ઝડપી પાડયા હતા. આ તમામને પોલીસ ફાર્મ હાઉસમાંથી પોલીસની બસમાં લાઇનસર બેસાડી રુરલ પોલીસ પર લાવી હતી. ત્યારબાદ પોલીસે તમામ સામે આખી રાત ફરિયાદ નોંધવાનું કામ કર્યું હતુ. જે સવારે ૮ વાગ્યા સુધી ચાલ્યું હતું.  આ દરમિયાન પોલીસે રાત્રે જ તમામના આલ્કોહોલ ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં કરાવ્યા હતા. જોકે, ફરિયાદ સવાર સુધી ચાલતાં પોલીસ અને મહેફિલમાં પકડાયેલા તમામે તમામ ૪૨ લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.
 

(5:35 pm IST)