Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બોગસ એટર્નીના સહારે કરોડોની જમીન પચાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા એનઆરઆઇની તરસાલી વિસ્તારમાં આવેલી કરોડો રૃપિયાની જમીન ભેજાબાજોએ પચાવી પાડવા બારોબાર દસ્તાવેજ કરી લીધો  હતો. બોગસ પાવર ઓફ એટર્ની જે વ્યક્તિનું રજૂ કર્યુ તેમનું મોત નિપજ્યું  હોવા છતા પણ સબ રજીસ્ટ્રારે દસ્તાવેજ મંજૂર કરી દીધો છે. તાજેતરમાં તા.૧૩ જુલાઇના રોજ નર્મદાભવન ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તરસાલી વિસ્તારમાં ૧૫૩૭૮ ચોરસમીટર ખેતીની જમીનનો આશરે ત્રણ કરોડનો દસ્તાવેજ થયો ત્યારે દસ્તાવેજ લખાવી લેનાર દ્વારા જમીનના મૂળ માલિકો પર હૂમલો કરાયો હતો. આ જમીનનો દસ્તાવેજ બોગસ કુલમુખત્યારનામાના આધારે કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ એનઆરઆઇ ઇન્દ્રવદનભાઇ પટેલે કર્યો છે. સ્ટેમ્પડયુટી કાયદા પ્રમાણે જે વ્યક્તિ જીવતો  હોય તેને દસ્તાવેજ કરવાનો હોય જેથી જે વ્યક્તિનું ઘણા વર્ષો પહેલા મરણ થયું છે. તે અંગેનો મરણ દાખલો સબ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યો અને દસ્તાવેજ કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે સબ રજીસ્ટ્રારે પણ મરણના દાખલાને ધ્યાનમાં રાખ્યા વગરજ દસ્તાવેજને મંજુરી આપી દીધી હતી.
 

(5:34 pm IST)