Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વડોદરામાં ચૂલાની જાળ સળગવાના ચાર બનાવમાં ચાર મોતને ભેટ્યા

વડોદરા:રસોઇ બનાવતી વખતે ચૂલાની ઝાળ લાગતા દાઝેલ બે મહિલાઓ સહિત ૪ જણના એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતાં. વડોદરામાં ન્યુ વીઆઇપી રોડ પર ભરવાડવાસમાં રહેતી પુષ્પા કાંતિલાલ વણકર (ઉ.૩૫) કાલે સાંજે ૭ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ગેસના ચૂલા પર રસોઇ બનાવી રહી હતી. આ દરમિયાન ચૂલાની ઝાળથી તે ભડકે બળવા લાગી હતી. પુષ્પાના પતિ કાંતિલાલનું કહેવું છે કે ગેસના ચૂલા પાસે પડેલું કેરોસીનનુ ડબલું ઢોળાતા આગ લાગી જેમાં પુષ્પા દાઝી હતી. પુષ્પાનું કાલે મોડી રાત્રે ૨.૫૦ વાગ્યે સારવાર દરમિયાન મોત થયુ હતું બીજા બનાવમાં પેટલાદ ખાતે એસ.ટી.ડેપો પાછળ આવેલા ખેતરમાં રહેતી મીના રવજી તળપદા (ઉ.૩૦) તા.૨૬ જુલાઇએ સાંજે ૬ વાગ્યે ઘરમાં ચૂલામાં રસોઇ બનાવતી વખતે લાકડા પર કેરોસીન નાખતી વખતે આગ લાગતા ગંભીર રીતે દાઝી હતી તેનું કાલે મોડી રાત્રે મોત થયુ હતું.

(5:34 pm IST)