Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વડોદરામાં મંદબુદ્ધિના બાળક પર બળાત્કાર ગુજારનારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વડોદરા:10 વર્ષની અપંગ અને મંદબુધ્ધિની બાળકી પર બળાત્કાર ગુજારનાર ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ પટાવાળા સામેનો કેસ અદાલતમાં ચાલી ગયો હતો. અદાલતે બંન્ને પક્ષની રજૂઆતો સાંભળ્યા પછી પટાવાળાને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે. આ અંગેની વિગત એવી છે કે, એમ.એસ. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ સર્વન્ટ ક્વાટર્સમાં રહેતા અને ટેકનોલોજી ફેકલ્ટીમાં પટાવાળા તરીકે નોકરી કરતા આધેડ વયના લાલજી રાવજીભાઇ પરમારે ૧૦ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ૧૦ વર્ષની મંદબુધ્ધિ અને અપંગવાળા ગત ૨૨-૮-૨૦૧૬ના બપોરે ઘરે એકલી હતી. તે સમયે આરોપી બાળકીના ઘરમાં ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે  સયાજીગંજ પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને આરોપી લાલજી ઉર્ફે ટીનાની ધરપકડ કરી હતી.
 

(5:33 pm IST)