Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મેઘરાજ તાલુકાના લીભોઈમાં નોકરી અપાવવાના બહાને શિક્ષકે પરિણીતા પર બળાત્કાર ગુજારતા અરેરાટી

મેઘરજ:તાલુકાના લીંભોઈ ગામની પરિણીત મહિલાની અદાપુર ગામના પ્રાથમિક શિક્ષકે નોકરી અપાવવાના બહાને ઘરે જઈ તમામ દસ્તાવેજી પુરાવાઓ લઈ રાત્રિના સુમારે આ યુવતીને વાહન દ્વારા અપહરણ કરી રાજ્યના જુદા જુદા શહેરોમાં ફેરવી બળાત્કાર ગુજાર્યાના બનાવે મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પામી છે. મેઘરજ તાલુકાના લીંભોઈ ગામની યુવતીના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ રાજસ્થાનના માંડલી ગામે કરવામાં આવ્યા હતા. તાલુકાના અદાપુર ગામનો પ્રાથમિક શિક્ષક સંજીવ ભીખાભાઈ પટેલ ગત તા. ૨૫-૭-૨૦૧૭ના રોજ આ મહિલાના લીંભોઈ ગામે આવી માતાપિતાને નોકરી અંગેના ખોટા પ્રલોભન આપી આ મહિલાનો આધાર કાર્ડ, ફોટો, એલ.સી. તમામ દસ્તાવેજી પુરાવા મેળવ્યા બાદ આ પ્રાથમિક શિક્ષક સંજીવ પટેલે ગત તા. ૧-૬-૨૦૧૮ના રોજ રાત્રિના ૧ વાગ્યાના સુમારે ફરી આવ્યો હતો. રાત્રિ સમયે પશુધન બાંધવાનું ઢાળિયું એકાએક તૂટી પડતાં અવાજો આવતા આ મહિલા બહાર નીકળી હતી. તુરત જ અંધકારમય વાતાવરણમાં મારી નાખવાની ધમકી આપી આ મહિલાને મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી હાલોલ ખાતે ગયો હતો જ્યાં હોટેલમાં ત્યારબાદ આણંદ, જયપુર, દિલ્હી, ગાઝીયાબાદ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારેલ હતો અને આ યુવક પાસે પૈસા ખૂટી જતાં આ મહિલાનો વીંટી તથા સોનાનો દોર પણ ઝૂંટવી લીધો હતો અને આણંદમાં ગિરિરાજ જ્વેલર્સમાં રૃ. ૩૬ હજારમાં વેચી દીધો હતો.

(5:31 pm IST)