Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં મોબાઈલની લૂંટ ચલાવનાર બે શખ્સ પોલીસના સકંજામાં

આણંદ: રૂરલ પોલીસે અંધારીયા ચકલાએથી રીક્ષામાં મુસાફરના સ્વાંગમા બેસીને મોબાઈલોની ચોરી કરી લેનાર બે શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રૂરલ પોલીસ ગઈકાલે સાંજના સુમારે અંધારીયા ચકલાએ વાહનો ચેક કરી રહી હતી ત્યારે બે શંકાસ્પદ શખ્સો મળી આવતા તેમની તલાશી દરમ્યાન જુદી-જુદી કંપનીના સાતેક જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતાં તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા જેથી પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં તેઓ ખંભાત તાલુકાના ખડોધી ગામના શ્રીજીપુરા ખાતે રહેતા અરવિંદભાઈ અંબાલાલ ચૌહાણ તથા લાલજીભાઈ ગણપતભાઈ ચૌહાણ હોવાનું ખુલવા પામ્યું હતુ. મોબાઈલ ફોનો અંગે પુછતાં રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને ચોરી કર્યાની કબુલાત કરી હતી. 
બન્ને શખ્સોએ બોરસદ, ધર્મજ ચોકડી, વડદલા પાટીયા, પંડોળી, કલોદરા, ભાદરણ, કાણીસા ચોકડી વગેરે જગ્યાઓએ મોબાઈલ ફોનો ચોરી કરીને ફરાર થઈ ગયાની કબુલાત કરી હતી.

(5:29 pm IST)