Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગલિયાણા-તારાપુર હાઇવે પર 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત

ગલીયાણા:ગલીયાણા-તારાપુર વટામણ હાઈવે પર આવેલા સાબરમતી બ્રીજ પાસેથી એક કારને રોકીને તેમાંથી ૩૬ હજારના વિદેશી દારૂ સાથે સુરતના બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાબરમતી બ્રીજ પાસે જિલ્લા હાઈવે મોબાઈલ પેટ્રોલીંગની ટીમ વાહનો ચેક કરી રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી વોક્સ વેગન કાર નંબર જીજે-૧૫, સીબી-૭૭૪૫ને અટકાવીને તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂની જુદા-જુદા બ્રાન્ડની કુલ ૯૦ બોટલો મળી આવી હતી જેની કિંમત ૩૬ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. 
પોલીસે બન્ને શખ્સોની અંગજડતી કરતા રોકડા ૨૮૦૦, બે મોબાઈલ મળી આવ્યા હતા. કાર સાથે કુલ ૨,૮૯,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો અને વધુ તપાસ આણંદ એસઓજીને સોંપવામાં આવી હતી.

(5:28 pm IST)