Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વાસદ પોલીસે બાતમીના આધારે અડાસ સીમમાંથી 9 શખ્સોની 18 હજારની મતા સાથે ધરપકડ કરી

વાસદ:પોલીસે ગઈકાલે બપોરના સુમારે અડાસ સીમમાં આવેલી પંડ્યા ખરીની પાછળ છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં ૯ શખ્સોને ૧૮૫૫૦ની રોકડ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બપોરના સુમારે વાસદ પોલીસને હકિકત મળી હતી કે, અડાસ ગામની સીમમાં આવેલી પંડ્યાની ખરીની પાછળ કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડતાં નવ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જેમની અંગજડતી તેમજ દાવ પરથી કુલ ૧૮૫૫૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરી હતી. પકડાયેલા શખ્સોમાં ઈકબાલભાઈ ઉર્ફે ચીની નટુભાઈ બીન અભેસિંહ કુરેશી, અલ્પેશભાઈ મુળજીભાઈ બીન તુલસીભાઈ પંચાલ, સુરેશભાઈ રાવજીભાઈ બીન મંગળભાઈ મકવાણા, મુકેશભાઈ રાવજીભાઈ બીન દેવાભાઈ પઢિયાર, ગણેશભાઈ બુધાભાઈ બીન દેસાઈભાઈ ઝાલા મકવાણા, હમીદભાઈ ઉદેસિંહ બીન અભેસિંહ કુરેશી, સંજયભાઈ બાબુભાઈ બીન પુનમભાઈ ભોઈ, ભુપેન્દ્રભાઈ ઉર્ફે ગલો નવીનભાઈ બીન બકોરભાઈ પરમાર તથા ડાહ્યાભાઈ ગોરધનભાઈ બીન કાભઈભાઈ ગોહેલનો સમાવેશ થાય છે. 
 

(5:27 pm IST)