Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ખંભોળજ પોલીસે રાત્રીના સુમારે વાટામાં જુગાર રમતા 14 શખ્સોને રંગે હાથે દબોચ્યા

ખંભોળજ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ખંભોળજ વાંટામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૧૪ શખ્સોને ૬૦૯૦ની રોકડ તેમજ ૪ મોબાઈલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ગઈકાલે કોમ્બીગ નાઈટમાં નીકળેલી ખંભોળજ પોલીસને હકિકત મળી હતી કે, ખંભોળજ વાંટામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી મહેન્દ્રસિંહ અજીતસિંહ રાઉલજી, વિજયભાઈ બળવંતસિહ રાઉલજી, વિજયભાઈ કાભઈભાઈ રાઠોડ, અલ્પેશભાઈ ધનુભાઈ રાજ, કમલેશભાઈ સોમસિંહ રાજ, બળવંતસિંહ ભાવસિંહ રાજ, સલીમશા કાળુશા દિવાન, શૈલેષસિંહ વિક્રમસિંહ બીન શનાભાઈ રાઉલજી, મહેન્દ્રસિંહ વિક્રમસિંહ બીન સામંતસિંહ મહિડા, સંજયસિંહ બળવંતસિંહ રાજ, જગદીશભાઈ બળવંતસિંહ રાઉલજી, ઈન્દ્રજીતસિંહ જશવંતસિંહ રાઉલજી, મહેન્દ્રસિંહ ઉદેસિંહ રાઠોડ તથા પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ રાઉલજી ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી ૬૦૯૦ની રોકડ તેમજ ચાર મોબાઈલ ફોન મળી આવતાં કુલ ૧૪૦૯૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:26 pm IST)