Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ખેડા જિલ્લામાં લાડવેલ ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજા

ખેડા:જિલ્લામાં લાડવેલ ચોકડી તેમજ વાસણા રોડ ઉપર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના સાંઢેલીના પરડીયામાં રહેતા મુકેશભાઈ જવાનસિંહ પરમાર ગત તા. ૨૯-૭-૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે-૦૭ સીજી-૪૩૮૩ ઉપર સંબંધીને બેસાડી લાડવેલ ચોકડી પરથી જઈ રહ્યો હતો ત્યારે આશરાના મુવાડા નજીક સામેથી આવતી અલ્ટોકારનં.જીજે-૦૧ કેએમ-૭૪૦ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બાઈક પાછળ બેઠેલ મણીબેન તેમજ પીંકલબેનને ઈજા થઈ હતી. આ બનાવ અંગે મુકેશભાઈ જવાનસિંહ પરમારની ફરિયાદ નોંધાવતી કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 
જ્યારે બીજો અકસ્માત વાસણા-કઠલાલ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં વાસણામાં રહેતા નરેશભાઈ ચીમનભાઈ સોઢા ગઈકાલે મોટર સાયકલ નં.જીજે-૦૭ બીકે-૨૭૮૫ હંકારી વાસણા-કઠલાલ રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે વાસણા સીમ નજીક ટેલર નં.જીજે-૬ વાયવાય-૬૭૬૮ બાઈક સાથે અથડાતા બાઈક ચાલક નરેશભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે સંજયભાઈ ચીમનભાઈ સોઢાની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)