Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગુજરાન કેમ ચલાવવુ?

આંગણવાડી વર્કર બહેનો ત્રણ - ત્રણ મહિનાથી પગાર વિહોણી : તંત્ર દયાહીન

આંગણવાડી વર્કર - હેલ્પરોનો પગાર તાત્કાલિક ચૂકવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુની રજૂઆત

રાજકોટ તા. ૩૧ : રાજ્ય સરકારની યોજના અંતર્ગત ચાલતી આંગણવાડીઓ સંભાળતી વર્કર અને હેલ્પર બહેનોને છેલ્લા ત્રણ - ત્રણ મહિનાથી પગાર નહી મળતા આ નબળા વર્ગની બહેનોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આ બહેનોને વહેલી તકે પગાર ચૂકવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, આર.એમ.સી.ની આંગણવાડીઓની અંદર ફરજ બજાવતા વર્કર તથા હેલ્પર બહેનોના ઘરના પરિવારની પરિસ્થિતિ નબળી હોઇ ભાડાના મકાન રહેતા હોઇ તેમાં ઘણા ખરા વિધવા બહેનો હોઇ તેમના ઘરના પરિવારનું પગારના રૂપિયાથી ગુજરાન ચલાવતા હોઇ આર્થિક પરિસ્થિતિમાં મોંઘવારીના સમયગાળામાં પારાવાર મુશ્કેલી પડતી હોઇ તેવા સંજોગોમાં અમુક આંગણવાડી બહેનોના મે મહિનાના પગાર જમા થયા હોઇ બાકીના બહેનોના મે તથા જૂન મહિનાના પગાર જમા થયેલ નથી તથા ચાલુ જુલાઇ મહિનો પુરો થતો હોઇ તેમ ૩ મહિનાનો પગાર બાકી રહેતા તેવા સંજોગોમાં ઘરના પરિવારનું ગુજરાન ચલાવવું તે બહેનો માટેની અગ્નિ પરીક્ષા બરાબર કટોકટીમાં પસાર થવું પડતું હોવાથી આર.એમ.સી.ની આંગણવાડીઓના વર્કર તથા હેલ્પર બહેનોના બાકી નીકળતી રકમના પગારના રૂપિયા તત્કાલ તેમના બેંક ખાતામાં જમા કરાવી અપાવા માંગ ઉઠી હતી.

(4:00 pm IST)