Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ૧ જ મહિનામાં ૧૯૦૦થી વધુ કેસ નોંધાયા

ઉભરાતી ગટરો, દૂષિત પાણીને લઇને કમળો, ટાઇફોઇડ, કોલેરાનો રોગ વકર્યો : સૌરાષ્ટ્રમાં પણ ચારેકોર ગંદકી - માખી અને રોગચાળાનો ત્રાસ

રાજકોટ : અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ચાલુ જુલાઇ માસમાં જ કમળાના ૫૫૮ કેસો નોંધાયા છે. જ્યારે ટાઇફોડના ૪૨૩ અને કોલેરાના ૨૮ કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષના જુલાઇ માસની તુલનામાં બમણા હોવાનું જણાઇ આવ્યું છે. ઝાડા - ઉલ્ટીના કુલ ૯૬૭ કેસો નોંધાયા છે. ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરીયાના ૪૬૧, ઝેરી મેલેરીયાના ૮, ડેન્ગ્યુના ૩૫ અને ચીકનગુનિયાના ૬ કેસ ચાલુ માસમાં સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને ૧૦ ટન અખાદ્ય પદાર્થો જપ્ત કરી નાશ કર્યો છે.

(3:43 pm IST)