Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવરાત્રીનું વેકેશન આવતા નાતાલના વેકેશન સામે પ્રશ્નાર્થ

રાજકોટ :. રાજ્ય સરકારે ઉનાળુ અને દિવાળી વેકેશન ઉપરાંત આ વખતે પ્રથમ વખત નવરાત્રીનું અઠવાડીયાનું વેકેશન રાખવાનું જાહેર કર્યુ છે. તેની સીધી અસર નાતાલના વેકેશન પર પડવાની સંભાવના છે. કેટલીક શાળા-કોલેજોના સંચાલકો ડીસેમ્બરના છેલ્લા અઠવાડીયામાં નાતાલની લાંબી રજા રાખતા હોય છે. આ વખતે નવરાત્રીમાં અઠવાડીયાનુ વેકેશન આવી જતા આવી સંસ્થાઓએ હવે નાતાલમાં વેકેશન કેમ રાખવું ? તેવો સવાલ ઉઠાવ્યો છે. આ બાબતે સરકારમાં રજુઆત થવાની સંભાવના છે. વારંવાર વેકેશનથી શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે તેવું વેકેશનનો વિરોધ કરનારાઓનું કહેવુ છે. સરકારે યુવા વર્ગને આકર્ષવા નવરાત્રીનું વેકેશન આપ્યાનું કહેવાય છે.

(3:39 pm IST)