Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

FRC સમક્ષ ફી માટે દરખાસ્ત કરવાનો છેલ્લો દિવસ

૧૫૦થી વધારે શાળાઓએ નથી કરી દરખાસ્ત

અમદાવાદ તા. ૩૧ : જ્ય્ઘ્ સમક્ષ ફી માટે દરખાસ્ત કરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અત્યાર સુધી અમદાવાદની માત્ર ૨૫ સ્કૂલોએ જ દરખાસ્ત કરી છે. શહેરની હજુ પણ ૧૫૦ જેટલી ખાનગી શાળાઓએ દરખાસ્ત કરી નથી. જયારે બીજી તરફ ડીઇઓએ છેલ્લી ઘડીએ શાળા પાસેથી વધુ વિગતો મંગાવી છે.

જેમાં શાળાઓને ૨ પત્રક ભરીને મોકલવા માટે જણાવ્યું છે. જેમાં છેલ્લા ૪ વર્ષના હિસાબો અને ફીની વિગતો માગી છે. વિદ્યાર્થીઓની સંખ્યા, ફીની આવક અને ખર્ચની વિગતો પણ માગવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, ફી, ટીશચગ સ્ટાફ અને નોન ટીશચગ સ્ટાફની વિગતો માગવામાં આવી છે.  તો ટીચીંગ સ્ટાફને અપાતી સેલેરીની વિગતો પણ માગવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જે શાળાઓએ કમિટી સમક્ષ દરખાસ્ત કરી નહોતી તેમને દરખાસ્ત કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યારબાદ બીજા ૧પ દિવસમાં કમિટી તેની કામગીરી પૂરી કરશે એક મહિનામાં તમામ શાળાઓની ફી નક્કી થઇ જવાની શકયતા છે.

શહેરની ઉદ્દગમ સ્કૂલ, સત્ત્વ વિકાસ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એશિયા સ્કૂલ સહિત કુલ ૧પ૦થી વધુ શાળાઓ હજુ એફઆરસી સમક્ષ ગઇ નથી. બીજી તરફ વાલી મંડળે પણ આવી શાળાઓની ફી નક્કી ન થાય ત્યાં સુધી વાલીઓને ફી નહીં ભરવા માટે જણાવ્યું છે.

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે ૨ સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે ૧૮૦૦ શાળાઓએ ફીનો પ્રસ્તાવ કમિટીને આપ્યો ન હોવાંથી આ આદેશ આપ્યો હતો. એમાંય જો શાળાઓ પ્રસ્તાવ નહીં આપે તો તેનાં પર કાયદેસર પગલાં પણ લઈ શકાશે તેમ જણાવ્યું હતું. રાજયની ૧૬૦૦૦ સ્કૂલો પૈકી ૧૮૦૦ શાળાઓએ ફીનો પ્રસ્તાવ આપ્યો નથી.(૨૧.૧૦)

(11:35 am IST)