Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદમાં છેડતીઓના બનાવોનો ઢગલો : એક અઠવાડિયામાં અડધો ડઝન

ત્રીપલ સવારીમાં ધૂમ સ્ટાઇલે યુવકોનો આતંક

રાજકોટ તા. ૩૧ : અમદાવાદમાં મહિલાની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના હોય તેમ જાહેરમાં મહિલાઓ સામે અશ્વીલ ચેનચાળા કરીને છેડતી કરી રહ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં મહિલાઓની છેડતીના છ બનાવો બન્યા હતા. ત્યાં રિવરફ્રન્ટ ઉપર પશ્ચિમ તરફ સ્કાયલાઇન મેદાનમાં જાહેરમાં યુવતીઓ સાથે અશ્વીલ હરકતો કરતા બાપુનગરના યુવકને પોલીસે પકડી પાડયો હતો. રિવરફ્રન્ટ ઉપર અસામાજિક તત્વોને ત્રાસ વધતો જાય છે, તેમાંયે ખાસ કરીને રાત્રે કેટલાક યુવકો ત્રણ સવારી ફૂલ સ્પીડે બાઇક હંકારીને આતંક મચાવતા હોય છે.

(11:35 am IST)