Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

'ઠેકડાં મારશે ગુજરાત!' : ૯૫% લોકો કહે છે, નવરાત્રિમાં વેકેશન 'ન' હોવું જોઇએ

મુંબઇ તા. ૩૧ : ના, આ અમે નથી કહેતામ ગુજરાતની પ્રજા કહે છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નવરાત્રિમાં વેકેશન આપવાના નિર્ણયથી વિપરીત ૯૫્રુથી પણ વધુ લોકોએ અમને આપેલા તેમના પ્રતિભાવમાં જણાવ્યું છે કે, આ નિર્ણય અનુચિત છે. એટલે કે, નવરાત્રિમાં વેકેશન ન હોવું જોઈએ !

 સરકારના આ નિર્ણય પછી એક સવાલ પૂછવામાં આવ્યો : 'તમારૃં શું કહેવું છે ? શું નવરાત્રિ રમવા માટે શાળામાં વેકેશન હોવું જોઈએ ?' આ સવાલના જવાબમાં  અમે માત્ર એક કલાકમાં ૬૭૧૫ લોકો સુધી પહોંચ્યામ આ સહુએ જે પ્રતિસાદ આપ્યો તે કેટલાક અપવાદોને બાદ કરતા સ્પષ્ટ હતો. લગભગ સહુનું એ માનવું છે કે, 'નવરાત્રિમાં  શાળામાં વેકેશન ન અપાય'

પોરબંદરના મહેશ પરમાર કહે છે કે, 'નવરાત્રિ વેકેશન યોગ્ય નથી, રદ્દ કરવામાં આવે'. લગભગ આવો જ સૂર મેહુલ શાહ, સંજીતભાઈ ઝીંઝરીયા, વિક્રમ પુરોહિત, રણજીતસિંહ સોલંકી, મહાદેવ ચૌધરી, કશ્યપ પટેલ સહિતના સંખ્યાબંધ લોકોનો છે.

હા,એકાદ-બે આપવાદરૂપ કિસ્સામાં હિરેનભાઈ બુદ્ઘદેવ અને ગોપાલભાઈ બુટાણી એવું પણ માને છે કે, 'ભણતર સૌથી વધારે જરૂરી છે, પરંતુ નવરાત્રી દરમિયાન મોડે સુધી ગરબા રમીયા હોવાથી સવારે વહેલા ઊઠીને ભણતર ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત ન કરી શકાય. માટે વેકેશન આપવું બરાબર છે. રહી વાત વિરોધ કરવાવાળાની તો ! એ એમનો ધંધો છે. એ લોકો સરકારના કોઇ પણ નિર્ણયનો વિરોધ કરવાનુ જ કામ કરે છે.'

આ નિર્ણય મુદ્દે થોડો આકારો પ્રતિભાવ આપતા યોગેશ પરમાર કહે છે કે, 'ધુણશે ગુજરાતની ભવ્ય સફળતા બાદ ગુજરાતની સરકારનું નવું નજરાણું : ઠેકડાં મારશે ગુજરાત!'

આ નિર્ણય અંગે સરકાર ભલે બે ભાગમાં વેંચાઈ ગઈ હોય પરંતુ પ્રજાના મનમાં વધતી ફી, કથળતા શિક્ષણના સ્તર અને ખાનગીકરણની ચિંતા વધારે છે.

ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે 'નવરાત્રિમાં વેકેશન'નો નિર્ણય જાહેર કર્યા બાદ આજે શાળા અને કોલેજોનું એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યુ છે. જે મુજબ નવરાત્રિનું વેકેશન ૧૫/૧૦/૨૦૧૮ થી ૨૧/૧૦/૨૦૧૮ સુધી એટલે કે ૭ દિવસનું. જયારે દિવાળી વેકેશન ૫/૧૧/૨૦૧૮થી ૧૮/૧૧/૨૦૧૮ સુધી એટલે કે ૧૪ દિવસનું અને ઉનાળુ વેકેશન ૨૪/૦૪/૨૦૧૯થી ૧૧/૦૬/૨૦૧૯ સુધી કૂલ ૪૯ દિવસનું રહેશે.(૨૧.૬)

(9:49 am IST)