Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પંચાયતોનો બળવો ડામવામાં કોંગ્રેસ નિષ્ફળ : સ્થાનિકોની મનમાનીને શરણે

અમદાવાદ, પાટણ, દાહોદ, ભાવનગર અને મહિસાગર બાદ રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાની સ્થિતિને ડામવામાં પ્રદેશ નેતાગીરી નિષ્ફળ નીવડીઃ મત આપનારા સમાજો હાંસિયામાં ધકેલાતા બળવાની સ્થિતિ સર્જાઇ

ગુજરાતમાં કોંગ્રેસ એકતરફ સંગઠનના મહત્વની પદોની નિમણૂક માટેની કસરત કરી રહી છે ત્યાં બીજીતરફ પંચાયતોમાં સમિતિઓ કબજે કરવા માટે કોંગ્રેસના ચિહ્રન પર ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓએ પ્રદેશના મેન્ડેટને માનવાનો ઈનકાર કરતાં અનેક જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ જૂથમાં વહેંચાઈ ગઈ છે. અમદાવાદ, પાટણ, દાહોદ, ભાવનગર અને મહિસાગર બાદ રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાની સ્થિતિને ડામવામાં પ્રદેશ નેતાગીરી નિષ્ફળ નીવડી છે અને સ્થાનિક નેતાઓ મનમાની કરીને સમિતિઓની રચના કરવા લાગ્યા છે. આવા લોકો સામે પગલાં ભરવામાં શાહમૃગીવૃત્ત્િ।ને કારણે ભારે નારાજગી ઊભી થઈ છે. પંચાયતોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો જાળવવાને બદલે એકતરફી ચોક્કસ જ્ઞાતિઓને જ તમામ સત્ત્।ા મળે તેવા પ્રયાસો સામે કોંગ્રેસ કાર્યકરો-આગેવાનોમાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે..

કોંગ્રેસને ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ધારણા કરતાં વધુ બેઠક મળી હતી. વિધાનસભાની ચૂંટણી અગાઉ પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસે ૨૪ જિલ્લા પંચાયતો કબજે કરીને ભાજપને ભારે પછડાટ આપી હતી, પરંતુ અઢી વર્ષના ટૂંકાગાળામાં જ આ પંચાયતોમાં સત્ત્।ા જાળવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. અત્યારસુધીમાં અમદાવાદ, પાટણ સહિતની પાંચ પંચાયતો પર ભાજપના ટેકાથી કોંગ્રેસના જ બળવાખોરોએ સત્ત્।ા કબજે કરીને પ્રદેશ નેતાગીરીને સીધો પડકાર ફેંકયો છે. સૌરાષ્ટ્રમાં અત્યંત મહત્વની ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલાં સભ્યોએ શિસ્તના સરેઆમ લીરાં ઉડાડીને પ્રદેશસ્તરેથી આપવામાં આવેલાં મેન્ડેટને ફગાવી દીધો છે. હાલમાં સમિતિઓની રચના કરવામાં આવી છે, પરંતુ ચેરમેનના નામ જાહેર કરે તો ભડકો થાય તેવો માહોલ જોતાં હાલના તબક્કે આ પ્રક્રિયા પડતી મૂકાઇ છે. વર્ષો પછી રાજકોટ મહાપાલિકામાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે, પરંતુ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂના ટેકામાં ૨૦થી ૨૨ કાઉન્સિલરોએ પ્રદેશ સામે બાંયો ચઢાવી છે. સૌરાષ્ટ્રમાં પંચાયતો અને વિધાનસભામાં કોંગ્રેસને જબ્બર જનસમર્થન સાંપડયું છે, પરંતુ પંચાયતો અને મનપામાં લોકોએ મૂકેલા વિશ્વાસ જાળવી રાખવામાં કોંગ્રેસ નેતાગીરી ઉણી ઉતરી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

કોંગ્રેસના એક સ્થાનિક નેતાએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં પાટીદારોના મત મેળવ્યા હતા, પરંતુ જ્યારે પદ અને હોદ્દા આપવાનો વારો આવ્યો ત્યારે અન્ય સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આવી જ મોડલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અપનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ આજુબાજુની વિધાનસભાની બેઠક અને પંચાયતોમાં પાટીદાર સહિતના સમાજોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા, પરંતુ હોદ્દા આપવાનો સમય આવ્યો ત્યારે અન્ય સમાજોને સાચવી લેવાયા અને બહુમતી અપનાવનારા સમાજને હાંસિયામાં ધકેલી દેવાતા સામાજિક રીતે મજબૂત એવા પાટીદાર સહિતના સમાજોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.(૨૧.૫)

(9:48 am IST)