Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

માધવસિંહ સોલંકીને ભુપેન્દ્રસિંહે જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

હેપી બર્થ-ડેઃ માધવસિંહ સોલંકીને શુભેચ્છા આપવા આવેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

 

અમદાવાદ તા.૩૧: ગુજરાતના ભુતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્ર સરકારના ભુતપૂર્વ વિદેશપ્રધાન માધવસિંહ સોલંકીને ગઇકાલે તેમના જન્મદિને શુભકામના આપવા શુભેચ્છકો ઊમટયા હતા. ગુજરાતની બીજેપી સરકારના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રૂબરૂ મળીને શુભેચ્છા આપી હતી.

ગઇકાલે માધવસિંહ સોલંકીએ ૯૨ વર્ષ પુરાં કરીને ૯૩માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ગાંધીનગરમાં આવેલા સર્કિટ હાઉસમાં માધવસિંહ સોલંકીને શુભેચ્છા આપવા માટે તેમના શુભેચ્છકો, કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો તેમજ સમાજના અગ્રણીઓ સવારથી ઊમટી પડયા હતા.

(9:46 am IST)